મહેશ પાડવી (પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકા ભમશાળ ગામની સીમમાં 'મારી સાથે ગદ્દારી કરી છે ' એમ કહી ચાર ઈસમોએ એક યુવકને માર માર્યો હતો.અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
કુકરમુંડા તાલુકા ભમશાળ ગામના નિલેશ પ્રભુ ભીલના ફોન પર હેમંત અને રાહુલ અંબાલાલ એ વિજય ના મોબાઇલ ઉપરથી ફોન કર્યો હતો.અને નિલેશ ભીલને સાતોલા ગામે મળવા માટે બોલાવ્યો હતો.જે બાદ ભમશાળ ગામ થી સાતોલા ગામ તરફ જતા રોડ પર નિલેશ ભીલ તેના મિત્રો સાથે મોટર સાયકલ પર બેઠો હતો.ત્યારે હેમંત એ નિલેશ ભીલ ને કહ્યું હતું કે,"મારી સાથે ગદ્દારી કરેલ છે ." તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.તેમજ હાથમાં રહેલ આડ જાતની લાકડી વડે નિલેશ ભીલ ને મર માર્યો હતો.તેમજ (૧)હેમંત ,(૨)વિજય ,(૩)રાહુલ અંબાલાલ ,(૪)નયન એ ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો.જે બાદ નિલેશ ભીલ એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590