આદિવાસી સમાજના મૂળભૂત હક અને અધિકારો સુનિશ્ચિત કરી રક્ષણ કરવા બાબતે તથા વ્યારા જનરલ હોસ્પિટલ ખાનગીકરણ મામલો, કુંકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા,ઉકાઈ ડેમ અસરગ્રસ્તો ને ઠરાવ અનુસાર અમલ,EVM પર પ્રતિબંધ લગાવવા વગેરે મળી કુલ ૨૦ બાબતોને લઈને આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ૧૩ મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના અનેક મુદ્દાઓને લઈને સમગ્ર જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો પદયાત્રા લઈ વ્યારા ખાતે પહોંચ્યા હતા.અને મહાસભા યોજી હતી.તેમજ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ૨૦ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર,વ્યારા જનરલ હોસ્પિટલ ને ખાનગીકરણ કરતો ઠરાવ તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે,કુકરમુંડા તાલુકાના,ફૂલવાડી ગ્રામ પંચાયત માં આવેલ નકશાઓ મુજબની સરકારી હાટ બજાર અને શોપિંગ સેન્ટર ની જગ્યામાં વર્ષોથી ગેરકાયદેસર નું દબાણ કરી ૧૫૦ થી પણ વધુ વાણીજય ધંધાઓની પાકી દુકાનો બનાવી દેવામાં આવી છે, જેના વિરૂદ્ધ માં ૨૦૧૭થી ફરિયાદો આપવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તે અંગે કાર્યવાહીના પગલાં લેવામાં આવે,TET - TAT પાસ શિક્ષકો ની લાયકાત ડિગ્રી ધારકોને,જ્ઞાન સહાયક, કરાર આધારિત ભરતી કરવાને બદલે કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે,NH 56 જમીન સંપાદન મામલો, ઉકાઈ ડેમ વિસ્તપિતો અને અસરગ્રસ્તો ને ૫૦ વર્ષ થી પણ વધુ સમય થવાં છતાં, ઉકાઇ ડેમના ઠરાવો પ્રમાણે મૂળભૂત અને પાયાની સુવિધાઓ થી વંચિત રાખવામાં આવેલ છે, જે સુવિધાઓ તેમને આપવામાં આવે, મનરેગા બાંહેધરી અધિનિયમ ૨૦૦૫ નો ચુસ્તપણે અમલીકરણ કરવા અને મનરેગા હેઠળ ૧૦૦ દિવસ ની રોજગારી આપો અથવા બેરોજગારી ભથ્થું આપો,ગુજરાતમાં પેસા કાયદો ૧૯૯૬ નો સંપૂર્ણ અમલ થવો જોઈએ,બિનઅધિકૃત ગેરકાયદેસના ધંધાઓ,જેવા કે,કેમિકલયુક્ત દારૂ, કેમિકલયુક્ત તાડીઓ, દારૂ બનાવવા માટે વપરાતા કેમિકલયુક્ત પદાર્થો,અને ઇંગ્લિશ દારૂ, મુંબઈ વરલી મટકાના ધંધાઓ, જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોય જેને અટકાવવામાં આવે વગેરે કુલ ૨૦ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી સમગ્ર તાપી જિલ્લાના આદિવાસી સમાજની માંગ છે.
તમામ મુદ્દાઓ અને સમસ્યાને લઇ અગાઉ,ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત, તાલુકા મામલતદાર,પ્રાંત અધિકારીશ નિઝર, તાપી જિલ્લા કલેકટરની કચેરી, તાપી જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી, અને વિકાસકમિશનર ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે.
ત્યારે આવનાર ટુંક સમયમાં માંગ સંતોષવામાં ન આવે તો રસ્તા રોકો આંદોલન, ધરણાં પ્રદર્શન અને ફૂલવાડી ગ્રામ પંચાયત ને તાળાબંધી કરવાની ફરજ પડશે,જે દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા વહીવટી તંત્ર ની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590