Latest News

પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાના 58 માં જન્મદિવસની ઉજવણી પ્રજાજનો સાથે કરી

Proud Tapi 24 Sep, 2023 03:07 PM ગુજરાત

પ્રિન્સ માનવેન્દ્રસિંહ સહિત આગેવાનો અને વેપારીઓએ ઝાડુ પકડી ગાર્ડનની સાફ-સફાઈ કરી

વહાબ શેખ,નર્મદા : રાપીલા ​​​​​​​સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ એ પોતાનો 58 મો જન્મ દિવસ પ્રજાજનો વચ્ચે વૈદ વિનાયક રાવ પબ્લિક ગાર્ડનમાં ઉજવ્યો હતો, જેમાં રાજપીપળા સ્ટેટના મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, શ્રીમતી વિરાજબા મહિડા, નર્મદા જિલ્લા આચાર્ય સંઘના આગેવાનો તેમજ વિવિધ શાળાના આચાર્યો, ડો. યોગેશભાઈ સુખડિયા, અજીતસિંહ રાઠોડ, રાજપીપળા વિવિધ વેપારી મંડળના પ્રમુખ ગૌતમ પટેલ, મંત્રી ત્રુશાર શાહ, કારોબારી મેમ્બર, મહેશભાઈ ઉભરાણી, નરેશ મારવાડી, સલાહકાર જયેશભાઈ ગાંધી સાથે અન્ય વેપારી, બર્ક ફાઉન્ડેશન ના આગેવાન મારિયા બર્ક, પૂર્વ નગરપાલિકા સદસ્ય ઉત્તમભાઈ મહેતા અને રાજપૂત સમાજ માછી સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પ્રજાજનોએ ઉપસ્થિત રહી યુવરાજને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી, આ આ પ્રસંગે યુવરાજ માનવેન્દ્રસિંહ ગાર્ડન સહિત રાજપીપળાને અને હરિયાળું રાખવા અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી

રાજપીપળાના બચેલા એકમાત્ર હેરિટેજ પબ્લિક ગાર્ડન બચાવવાનો સંકલ્પ કર્યો

યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ગાર્ડન ની સફાઈ કામગીરી કરીને ઉજવ્યો હતો. અને નગરજનો સાથે હાથમાં ઝાડુ પકડીને પ્રિન્સ માનવેન્દ્રસિંહએ ગાર્ડનની સફાઈ કામગીરી કરી હતી, રાજવી પરિવારને આમ સાફ સફાઈ કરતા દ્રશ્યને જોઈને લોકોએ તંત્ર માટે આ બાબતને શરમજનક ગણાવી હતી. યુવરાજ માનવેન્દ્રસિંહએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા પર દાદા મહારાજા વિજયસિંહ પ્રજાની સુખાકારી અને લોકોના મનોરંજન માટે ગાર્ડન બનાવ્યો હતો. આ ગાર્ડનની દુર્દશા જોઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે મેં અહીં મારો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. હાલમાં રાજપીપલા ગાર્ડનમાં સ્વચ્છતાનો સદંતર અભાવ છે અને રાજપીપળા નગરપાલિકા દ્વારા અહીં ગેરકાયદેસર દુકાનો બાંધવાની તેમજ શાક માર્કેટ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના પર અમને સ્ટે લાવવામાં સફળતા મળી છે. તેમજ આ ગેરકાયદેસર બાંધકામ પર સ્ટે લાવવા સ્વ. ચંપકભાઈ સુખડિયા ટ્રસ્ટ તથા વિવિધ વેપારી મંડળે સહકાર સાથે અભિનંદન આપ્યા હતા.

જો, રાજવી પરિવારે સાફ-સફાઈ કરવી પડે તો, એ તંત્ર માટે શરમજનક બાબત છે. 

આ પબ્લિક ગાર્ડનમાં એક બહુ જ સુંદર ઈમારત જેને બેન્ડ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ સંગીત માટે બનાવવામાં આવ્યું હતું સ્ટેટ સમયે પ્રજાજનો માટે અહીં બેન્ડ નું સંગીત વાગતું હતું, આજે આ બેન્ડ સ્ટેન્ડ ની હાલત પણ જર્જરિત છે, રાજપીપળાના લોકોની સુખાકારી માટે જે વારસો રાજપીપલા નગરપાલિકા ને સોંપ્યો છે તેની તંત્રને કદર નથી આ હેરિટેજ ઇમારતો ની હાલત જોતા એમ કહી શકાય કે મહારાજા વિજયસિંહ નું અપમાન છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પર દાદા વખતે ગાર્ડનની જે જાહોજલાલી હતી અને સુંદરતા હતી એ પાછી આવે એ મારી તંત્રને અપીલ છે અને સાથે હેરિટેજ વસ્તુઓનો બગાડ કરવા કરતા એને સ્વચ્છ અને સલામત રાખે કેમ કે, રાજપીપળામાં આવતા પ્રવાસીઓ રાજપીપળા નો ઇતિહાસ જોવા આવે છે ખંડર જોવા નથી આવતા.

રાજપીપળા નગરપાલિકાના પૂર્વ સભ્ય ઉત્તમભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જ્યારે ગાર્ડનમાં પહેલું શોપિંગ બનતુ હતુ ત્યારે, અમે અને નગરજનોએ સખત વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં બેઠેલાઓએ લોકોના વિરોધ ઉપરવટ જઈ આ શોપિંગ બનાવ્યું હતું. જૂની પોસ્ટ ઓફિસ પાસે બનાવવામાં આવેલ સ્વર્ગવાસી શ્રી ચંપકભાઈ સુખડિયા નામનો ગાર્ડન 49 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેને પણ માત્ર દસ વર્ષના ટૂંકા ગાળામાં તે ગાર્ડનમાં પણ બુલડોઝર ફેરવી પાકું પાલિકા દ્વારા  બાંધકામ કરવામાં આવી રહ્યું છે, અને વિજય ટેનિસ કોર્ટ ની બાજુમાં ગાર્ડન હતો તેનો પણ રાજપીપલા ની પાલિકા હાથમાં બોલાવી દીધો છે​​​​​​​. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post