Latest News

રાજપીપલા કોર્ટે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરનારને 10 વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

Proud Tapi 25 Oct, 2023 04:54 PM ગુજરાત

નર્મદા જિલ્લાના વેરિસાલ પુરાના રહેવાસી આરોપીને મહિલા ઉપર તાંત્રિક વિધિના બહાને  દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ નર્મદા જિલ્લા અદાલતે ૧૦ વર્ષ કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો, ફરીયાદીના પતિ તેની સાથે સારું વ્યવહાર રાખતા ન હોય જેથી ફરીયાદી બેન ઘ્વારા પોતાના પતિ પોતાની સાથે સારી રીતે રહે તે માટે આરોપી સોલભાઈ ભોડીલાલ વસાવા રહે. વેરીસાલપૂરા તા.નાંદોદ જી. નર્મદાને ગુનો બન્યાના ચારેક દિવસ પહેલા વાત કરતા આરોપી ઘ્વારા ધોલેખામ ગામે રહેતા મહારાજ જેઓ નારીયેળમાં જોઈને કહી દે છે અને તેમની સાથે પોતાની ઓળખાણમાં હોવાનું કહી ફરીયાદીને પોતાની સાથે આવવા માટે જણાવતા ફરિયાદી તેમના ઓળખીતા એક ઉસમની બાઈક ઉપર આરોપી સાથે  ધોલેખામ ગામ ખાતે મહારાજ પાસે ગયા હતા, ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી ઘરે એકલા હતા ત્યારે આરોપીએ બાજુના ખેતરમાં લઈ જઈ ફરીયાદી સાથે દુષ્કર્મ આચર્યું હતું,  

આ કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજ એન.એસ.સિદીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષના સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત અને મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૭૬ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.પ૦૦૦/– નો દંડતથા ઈ.પી.કો કલમ ૩૨૮ મુજબના ગુના હેઠળ ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post