તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માગ સાથે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગી ધારાસભ્યો તેમજ યુવાનો ની હાજરીમાં રેલી કાઢી પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.
ટેટ/ટાટ પાસ શિક્ષકોની જ્ઞાન- સહાયક કરાર આધારિત શિક્ષકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી ના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે તાપી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વ્યારા ખાતે કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્યારાના બિરસા મુંડા સર્કલ થી કલેકટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી.ત્યારે સમગ્ર કાર્યક્રમમાં વિપક્ષના નેતા અમિત ચાવડા, વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરી,આદિવાસી નેતા યુસુફ ગામીત,અલ્પેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા.કોંગી ધારાસભ્યો એ સરકારને ચેતવણી આપી કે જ્યાં સુધી જ્ઞાન સહાયક ભરતી યોજના રદ નહીં કરો,ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.તેમજ અલગ અલગ જિલ્લા માંથી આવેલા અને રેલીમાં જોડાયેલા યુવાનો એ પણ સરકાર સામે બાયો ચડાવી જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગ હતી .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590