ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધૂળચોંડ ગામની અનાથ અને ગરીબ બાળકો માટેની સ્કૂલ સરસ્વતી વિદ્યા મંદિર, ધૂળચોંડ શાળામાં તારીખ-૨/૨/૨૦૨૪ના દિને રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ એસ.ગાઈનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
આ રમોત્સવમા ધોરણ ૧ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહીં, કુલ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, લીંબુ-ચમચી, કોથળા કુદ, સંગીત ખુરશી, કેળાકૂદ, સિક્કાશોધ, ત્રિ-પગી દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ફુગ્ગાફોડ, સોય-દોરો, બોટલમાં પાણી ભરવું વિગેરે રમતો બાળકોને રમાડવામાં આવી હતી. આ રમોત્સવમા શાળાના આચાર્ય શ્રીમતી પાર્વતીબેન એમ.ગાઇન, શાળાના શિક્ષકો શ્રીમતી તેજલબેન એ.ચૌધરી, શ્રીમતી સ્વાતિબેન આર. કોંકણી, શ્રી સોમનાથભાઈ વાય. બાગુલ, શ્રી સ્વપ્નીલભાઈ કે. દેશમુખ સહિત બાલવાટિકાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590