વ્યારા નગરપાલિકા તંત્રને વેગવંતુ બનાવવાના પ્રયાસ અને નગરપાલિકાને ઉચ્ચ કક્ષાએ નામના મેળવે તે માટે આયોજન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું
તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા માં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત અને તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડીયા તથા અધિક કલેકટર વી.એસ. બાગુલ, કાર્યપાલક ઇજનેર કે.એસ.બાગુલ તથા આર.સી.એમ ટીમ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં નગરપાલિકાના વહીવટી કામો ની ચર્ચા કરવામાં આવી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાદેશિક કમિશનર ડી. ડી. કાપડીયાએ વ્યારા નગરપાલિકા સ્ટાફ સાથે બેઠક યોજી તમામ કર્મચારીઓને સુચારુ કાર્ય પધ્ધતિ તથા પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહેવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસના પ્રકલ્પો માં મોડલ ફાયર સ્ટેશન માટે ઘટતા ઘટકોના બાંધકામ ની કામગીરી, એસ.ટી.પી, નવી વસાહતમાં સ્માર્ટ આંગણવાડી તરીકે રીનોવેશનની કામગીરી, સીટી સિવિક સેન્ટર તથા આવાસ યોજના અંતર્ગત પ્રગતી હેઠળના આવાસોની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. તમામ વિકાસના કામો માટે સામાન્ય માનવીની જરૂરિયાત અને પાયાની સગવડો ને ધ્યાને રાખી ઝીણવટપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં વ્યારા નગર પાલિકાના તમામ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590