મહેશ પાડવી (પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકાના બાલંબા ગામમાં જોબ કાર્ડ ધારકોએ મનરેગા યોજના હેઠળ 24 દિવસ કામ કર્યું હોવા છતાં પણ વેતન આપવામાં આવ્યું નથી, જેને લઈને જોબ કાર્ડ ધારકોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.
કુકરમુંડા તાલુકાની બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના જોબ કાર્ડ ધારકોએ મનરેગા યોજના હેઠળ મે - જૂન 2023 માં રોજગારી માટે ત્રણ અઠવાડિયા એટલે કે કુલ 24 દિવસ સુધી રોડ રસ્તાઓ અને સાઈટ સોલ્ડટિંગના કામ કર્યા હતા. ત્યારે ચાર મહિના વીતી ગયા હોવા છતાં પણ 25 થી 30 જેટલા લાભાર્થીઓને મનરેગા યોજના હેઠળ કરેલ કામનું વેતન આપવામાં આવેલ નથી.ત્યારે બાલંબા ગ્રામ પંચાયતના જોબ કાર્ડ ધારકોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે.જો ટૂંક સમયમાં લાભાર્થીઓને વેતન આપવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત ઓફિસને તાળા બંધી કરી, તાલુકા પંચાયત કચેરી ખાતે તમામ લાભાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590