સ્વચ્છ અને સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં સહયોગી બનતા ડાંગ જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક તારીખ,એક કલાકના આહવાન ને ઝીલી લેતા, સ્વયં સફાઈ અભિયાન આદરી સ્વચ્છતા હી સેવાના સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે.
સ્વચ્છતાના આ યજ્ઞમાં શ્રમદાન રૂપી આહુતિ અર્પતા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વલસાડ ડિવિઝન હેઠળના આહવા એસ.ટી.ડેપો ખાતે મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર ની આગેવાની હેઠળ ડેપોના કર્મચારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
આ અભિયાનમાં લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર સેજલ મેડા અને બી.ઓ.બી.ના શાખા પ્રબંધક શ્રી પ્રિયરંજન ભોલા સહિત આહવાની બેન્ક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની નાણાંકીય સંસ્થાઓના કર્મચારીઓ પણ સહયોગી બન્યા હતા. નાણાંકીય સંસ્થાઓએ આહવાના મુખ્ય માર્ગો ઉપરાંત સનસેટ પોઇન્ટની પણ સફાઈ હાથ ધરી હતી. અહીં ગ્રામીણ બેન્કના મેનેજર શ્રી હેમંત મહેતા, RSETI ડાયરેક્ટર શ્રી રાજેશ પાઠક અને તેમની ટીમ, સહિત વઘઇ નગરના અંબા માતા મંદિર સહિત APMC પરિસર ખાતે બી.ઓ.બી. મેનેજર શ્રી મયંક પાંડે અને તેમની ટીમે સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. ઉપરાંત વઘઇ એસ.ટી.ડેપો અને BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરની સ્વચ્છતા માટે, શ્રી સ્વામિનારાયણ સંસ્થા- ડાંગ ક્ષેત્રનાં કાર્યકરો, હરિભક્તો સાથે ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને સામાજિક કાર્યકર શ્રી મંગળભાઇ ગાવિતે સ્વચ્છતા માટે શ્રમદાન કરી રાસ્ટ્ર ભક્તિ અદા કરી હતી.
જિલ્લા/તાલુકા ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ સ્વચ્છતા હી સેવા નો સંદેશ ગુંજતો થયો હતો.મહા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સાકરપાતળ ખાતે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનની આગેવાની હેઠળ શ્રમદાન યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રીમતી સવિતાબેન ભોયે,તાલુકા સદસ્ય શ્રીમતી સાયત્રી બેન ગવળી,અગ્રણી સામાજિક કાર્યકર સર્વશ્રી મંગલેશભાઈ ભોયે, અને સુભાષભાઈ ગાઉન,ડાયેટનાં પ્રાચાર્ય શ્રી ડો બી.એમ.રાઉત,પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.મહાનુભાવો તથા જાગૃત પ્રજાજનોએ સાકરપાતળ હાટ બજાર,પી.એચ.સી.,ગ્રામ પંચાયત,પ્રાથમિક અને માધ્યમિક શાળા વિગેરેની સફાઈ હાથ ધરી,પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો એ પી.એચ.સી.ની મુલાકાત પણ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590