Latest News

વિભાગીય કચેરી એસ.ટી.વલસાડ ખાતે માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી

Proud Tapi 29 Jan, 2025 10:23 AM ગુજરાત

વર્ષ દરમ્યાન એક પણ ગંભીર કે પ્રાણધાત અકસ્માત ન નોંધાવા બાબતે ડાંગ જિલ્લાના આહવા ડેપોને સન્માન કરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો 

દેશ સહિત રાજ્ય ભરમાં ઉજવવામાં આવી રહેલા રાષ્ટ્રિય માર્ગ સલામતી માસ -૨૦૨૫ અંતગર્ત રાજ્ય પરિવહન નિગમનાં તમામ વિભાગો અને એકમો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં પરિવહન ક્ષેત્રે કાર્યરત વલસાડ વિભાગનાં વિભાગીય નિયામક એન.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ તમામ ડેપો ખાતે વર્ચુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના આહવા સહિત વલસાડ,બીલીમોરા,નવસારી,અને ધરમપુર જેવા વિવિધ ડેપોના અધિકારી તેમજ કર્મચારીઓ વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં RTO વલસાડ દ્વ્રારા નિગમનાં વાહનો તેમજ અન્ય વાહનોનાં માર્ગ અકસ્માતને કઇ રીતે નિવારી શકાય તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. વલસાડ વિભાગીય કચેરી હેઠળ આવતાં ડાંગ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ માં એક પણ ગંભીર કે પ્રાણધાત અકસ્માત ન નોંધાવવા બાબતે કાર્યક્રમનાં અધ્યક્ષ અને વલસાડ કલેકટર શ્રી નૈમેષ દવેનાં હસ્તે સન્માન કરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વ્રારા વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં આહવા ડેપોના કંડકટર બેજ નં.૨૬૯ શ્રી પંકજભાઈ રાઉતને કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરભાઇ પરમાર તેમજ તમામ એસ.ટી કર્મીઓ સહિત જિલ્લાના મુસાફરો પણ જોડાયા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post