Latest News

સાપુતારા પોલીસે ગેરકાયદેસર હાથ બનાવટની પિસ્ટલ સાથે બે ને ઝડપી પાડયા,૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત,બે વોન્ટેડ

Proud Tapi 29 May, 2024 06:01 AM ગુજરાત

સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસોએ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન પિસ્ટલ સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ પિસ્ટલ સહિત કુલ કિંમત રૂપિયા ૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસો ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા.તે વેળાએ મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી રજી. નં.MH -05-CM-7849 આવતા,પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ગેરકાયદેસર ની પાસ પરમિટ વગરની સ્ટીલના ધાતુની દેશી હાથ બનાવટ ની પિસ્ટલ નંગ 1 મળી આવી હતી. જે બાદ પોલીસ એ કાર માં સવાર રોહિદાસ રંગનાથ ચવ્હાણ (  ઉ.વ.૩૯ રહે.ઇન્દીરાનગર જલકુ તા. માલેગાવ જી.નાશિક મહારાષ્ટ)  તથા  અમોલ બાબુરાવ ખોતકર (પાટીલ) ( ઉ.વ.૩૦ હાલ રહે.ઉંદરી ખામગાવ તા.ખામગાંવ જી.બુલદ્વાણા મહારાષ્ટ્ર) મુળ કસાબખેડા થાણા લાસુર સ્ટેશન તા.વૈજાપુર જી.ઔરંગાબાદ મહારાષ્ટ્ર ) ની અટકાયત કરી હતી.જોકે કારમાં  અન્ય બે ઈસમો નાસી છૂટયા હતા.તેમજ પોલીસે કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ તથા મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત રૂપિયા ૪૫ હજાર તથા પીસ્ટોલ જેની કિંમત રૂપિયા ૨૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને નાસી છૂટનાર અજય બાલુ મોહિતે ( રહે ઉંદરી ખામગાવ તા.ખામગાંવ જી.બુલઢાણા મહારાષ્ટ્ર) તથા દિલીપ ફુલસીંગ ચવ્હાણ ( રહે.જલગાંવ સંતોષનગર તા.જી.જલગાવ મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સાપુતારા પોલીસે  આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post