ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ નવચેતન હાઈસ્કૂલ, ઝાવડા ખાતે વનવાસી વિકાસ મંડળ-વઘઇ સંચાલિત વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કુલ, નવચેતન હાઈસ્કૂલ ઝાવડા, વનરાજ હાઈસ્કૂલ કાલીબેલ તથા ટ્રસ્ટ સંચાલિત છ છાત્રાલયોનો સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નવચેતન હાઈસ્કૂલ ઝાવડા ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં વન વિદ્યાલય આંબાબારી અને વનરાજ હાઈસ્કૂલ કાલીબેલના સૌ આચાર્ય, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ ટ્રસ્ટ સંચાલિત છ છાત્રાલયોના ગૃહપતિ, ગૃહમાતા તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી એકબીજાનો પરિચય મેળવી વનવાસી વિકાસ મંડળની વિકાસ ગાથા, યજમાન શાળાનો પરિચય મેળવ્યો હતો. સ્નેહ મિલન સમારોહમા ટ્રસ્ટ સંચાલિત વન વિદ્યાલય આંબાબારી ના આચાર્યશ્રી ડૉ. કમલેશભાઈ ઠાકોરને રાજ્ય લેવલે શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મળતા, ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ. ઉપરાંત શાળાના અન્ય પ્રતિભાશાળી શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વનવાસી વિકાસ મંડળના પ્રમુખ નગીનભાઈ ચૌધરી, ટ્રસ્ટી ગોંવિદભાઈ પટેલ, ઉપપ્રમુખ દિપકભાઈ પટેલ, મંત્રી કલ્પેશભાઈ પટેલ, ગામના આગેવાન નરેશભાઈ રેંજડ તેમજ સૌ ટ્રસ્ટીગણ, શિક્ષકો, કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590