મહેશ પાડવી (પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકામાં ચોરટાઓ ને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરટાઓ બિન્દાસ ચોરી કરી કરી રહ્યા છે.અને પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવું અહિયાં જોવા મળી રહ્યું છે.કુકરમુંડાના ડાબરીઆંબા ગામમાં એક ખેતરમાંથી સૌર ઉર્જાનું પાવર સપ્લાયનું બોક્સ ચોરી થઈજતાં,ખેડુતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર કુકરમુંડાના ડાબરીઆંબા ગામે રહેતા દિપક ભરત વસાવાની બ્લોક/સર્વે નં.૫૫/૦૨ વાળી જમીન છે.ખેતરમાં પાણી વાળવા માટે બોર પાસે મોટર મુકવામાં આવી છે.જે મોટર સૌર ઉર્જા આધારીત ચાલતી હતી.ગત દિવસે દિપક વસાવા મોટર ચાલુ કરવા ગયા હતા, ત્યારે સૌર ઉર્જાનું પાવર સપ્લાઇનું બોક્સ મળી આવ્યું નહોતું,તેથી ખેતરમાં અને આજુબાજુનાં ખેતરમાં તપાસ કરવામાં આવી હતી.પરંતુ સૌર ઉર્જાનું પાવર સપ્લાઇનું બોક્સ મળી આવ્યું નહોતું.જે બાદ ખેડૂતે સૌર ઉર્જાનું પાવર સપ્લાઇનું બોક્સ (જેની કિંમત રૂપિયા ૨૦ હજાર) ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590