સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ દારૂના અને શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ આરોપી રવિ રોહિદાસ સકટ (ઉ. વ.૩૦, રહે.નવાપુર,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે,રવિ રોહિદાસ સકટ એ સોનગઢ, કીમ અને નવાપુર પોલીસ સ્ટેશનમાં દારૂ અને શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ હોવાથી છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.જોકે સોનગઢ પોલીસે તેની અટકાયત કરીને નવાપુર પોલીસ સ્ટેશનને તેનો કબજો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590