Latest News

સ્ટેટ મોનીટરીંગ સેલનો નર્મદામાં સપાટો : બે ફોર વ્હીલ માં લઇ જવાતા દારૂના જથ્થા સાથે 5 ઝડપાયા,14 લાખનો મુદ્દામાલ જપ્ત,4 વોન્ટેડ

Proud Tapi 16 Aug, 2023 07:36 AM ગુજરાત

સાગબારા થી ડેડીયાપાડા તરફ આવતા હાઇવે પર 2 કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 5 ઝડપાયા,14.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી,પોલીસે 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે.

પ્રાઉડ તાપી - વહાબ શેખ, નર્મદા   : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉદેપુર રાજસ્થાની ગેરકાયદેસર  રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલર કાર ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવા માં ભરી સાગબારા થી ડેડીયાપાડા હાઇવે રોડ થી મોકલનાર છે.બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફના માણસોએ સાગબારા થી ડેડીયાપાડા તરફ આવતા માચ ચોકડી પાસે હાઇવે પર વોચ ગોઠવી હતી.

તે વેળાએ નંબર પ્લેટ વગરની ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવા કાર આવતા,તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે બંને કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે  કારમાં સવાર (1) સુખબીર રૂપરામ સુલખ ( રહે.દ્વારકા ગામ, થાના બાઢરા,તા.બાઢરા જી.બિવાની હરીયાણા),(2) નરેશ કિશનલાલ સાહું (રહે.આયડ ગામ, શબરી કોલોની થાના ભોપાલપુરા તા.ગ્રીવા,ઉદયપુર રાજસ્થાન),(3)સોહનસિંહ હરિસિંહ રાજપુત (રહે.મુણવાસ કૈલાસ પુરી ગામ, થાના સુખેર તા.ગીરવા જી.ઉદયપુર રાજસ્થાન),(4)શંકરસિંહ કાલુસિંહ રાઠોડ (રહે.બેમલા ગામ, થાના .પુરાબડ તા. ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન ), (5) રવિન્દ્રસિંહ વિજયસિંહ દેવ (રહે.સાકરોદા ગામ, થાના કુરાબડ તા.ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન) એમ મળી કુલ 5 ની અટકાયત કરી હતી.

તેમજ બંને કારમાંથી મળી  કુલ બોટલ નંગ-2088 જેની કુલ કિંમત રૂ.3,61,385/- તથા  રોકડા રૂપિયા.1000/-તથા મોબાઇલ નંગ-04 જેની  કિ.રૂ.20,000/- તથા કાર નંગ -2 જેની કિં. રૂ.10,50,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 14,32,385/- નો મુદ્દામાલ પોલીસે  જપ્ત કર્યો હતો.અને (1)પાયલોટીંગ કરનાર રામસિંગ રાજપૂત (હાલ રહે-અમદાવાદ મૂળ રહે-ઉદેપુર),(2)ટાટા નેકસોન કારનો માલિક,(3)ટોયોટા ઇનોવા કારનો માલિક અને (4)ઉદેપુર રાજસ્થાન થી દારૂનો જથ્થો ભરી આપનાર એમ મળી કુલ 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડેડીયાપાડા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post