સુરતમાં યોજાયેલ ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7 હજાર 86 મતો ની લીડથી બીજેપીના ઉમેદવારે જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર જીતુ કાછડને 17359 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી 10273ને મતો મળ્યા છે જ્યારે આપ પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને 1917 મતો મળ્યા છે.
તમને જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. જાહેર થયેલા પરિણામમાં 464 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. તો બીજી તરફ જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઈ છે. પાટણના હારીજ નગરપાલિકામાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590