તાપી જિલ્લા ૧૦૮ એમબ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા શ્રમદાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિનની ઉજવણીના ભાગરૂપે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર ભારત દેશમાં સરકાર ના આદેશ મુજબ દેશ ભરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે તાપી જિલ્લા ૧૦૮ એમબ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા શ્રમદાન સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત દિન નિમિત્તે તાપી જિલ્લાની દરેક 108 અને ખિલખિલાટ એમ્બ્યુલન્સની સાફ સફાઈ કરવામાં આવી હતી.તેમજ મેડિકલના સાધનો, સ્પાઈન બોર્ડ, સ્ટેચર, ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે તમામ સાધનોની સાફ-સફાઈ કરવામાં આવી હતી અને મિશન ઓફ સેવિંગ લાઇફનો સંકલ્પ લઈને શ્રમદાન એ મહાદાનની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590