ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તારીખ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાના આહવા,વઘઈ અને સુબીરમા તાલુકા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા કક્ષાની રમતનું આયોજન પિંપરી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.તેમજ વઘઈ તાલુકા કક્ષાનું આયોજન ખેતીવાડી શાળા,અને સુબિર તાલુકા કક્ષાની રમતોનું આયોજન ખાંભલા ગામે ખાતે કરવામાં આવ્યું હતું.તાલુકા કક્ષાની રમતોમાં વોલીબોલ,કબડ્ડી,ખો-ખો,ટગ ઓફ વોર જેવી વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોમાં ભાગ લેનાર વિજેતા અને રનર્સ અપને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590