Latest News

તાપી એલસીબીએ વ્યારા પોલીસ મથકે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો

Proud Tapi 09 Jul, 2023 12:37 PM ગુજરાત

સ્ટેટ મોનીટરીંગ સેલ એ વ્યારાના બોરખડી ખાતે દરોડા પાડી,૧૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં 19 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાંથી એક વોન્ટેડ આરોપીને એલ.સી.બી.એ ભરૂચ થી ઝડપી પાડ્યો હતો. 

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એ તા.૧૫/૦૬/૨૦૨૩ ના રોજ બાતમી ના આધારે વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાં આવેલ ભાટી ફળિયા ખાતેથી ટ્રક કન્ટેનર રજી.નં. RJ-14-GP-6870 માંથી પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો 10 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ સ્થળ પરથી વિમલ સન્મુખ ચૌધરી (રહે.બોરખડી  તા.વ્યારા જી.તાપી )ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 19 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સોહનભાઇ ઉર્ફે સની કિશોરભાઈ પટેલ ને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે તાપી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી એ બાતમીના આધારે  ને.હા.નં.૫૬ પર વડોદરા સુરત વાળા ટ્રેક પર પાલેજ ખાતે આવેલ સીટી પોઇન્ટ હોટલથી આશરે ૨૦૦ મીટર આગળ વોચ ગોઠવી હતી.ત્યારે મારુતિ બલેનો કાર નં.GJ-05-RU-5299 વડોદરા તરફથી આવતા તે કારને યુક્તિ પ્રયુક્તિથી રોકી ને.હા.નં.-૫૬ ની સાઇડમાં ઉભી રખાવી તેમા બેસેલ આરોપી-સોહનભાઇ ઉર્ફે સની કિશોરભાઈ પટેલ (ઉ.વ.૨૯,રહે. ઘર નં.-૪૫,આદર્શ બંગ્લોઝ,પ્રીન્સ હોટલ પાસે, ચલથાણ ગામ તા.પલસાણા જી.સુરત.મૂળ રહે.પાટીચાલ, વાંકાનેડા, તા.પલસાણા, જી.સુરત )ની અટક કરવામાં આવી હતી.અને આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post