તાપી જિલ્લા એલસીબીએ ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામ ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે કારમાં સવાર ત્રણ ઈસમો નાસી છૂટયા હતા.પોલીસે કુલ કિંમત રૂપિયા ૧,૧૩,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,બેડારાયપુરા ગામ ના આશ્રમ ફળીયામાં રહેતા રાકેશ અમૃત પટેલ પોતાની કબજાની અલ્ટો ફોર વ્હીલ ગાડી રજી. નંબર- GJ-15-PP-2509 માં ચોર ખાના બનાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી,પોતાના ઘર પાસે ઇંગ્લીશ દારૂની કાર્ટીંગ કરનાર છે.જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ રાકેશ અમૃત પટેલના ઘરની પાસે રેડ કરી હતી.ત્યારે અલ્ટો ફોર વ્હીલ ગાડી રજી. નંબર- GJ-15-PP-2509 પાસે ઉભેલા રાકેશ અમૃત પટેલ અને અન્ય બે ઈસમો પોલીસને નાસી છૂટયા હતા.જે બાદ પોલીસે કારની તપાસ કરી હતી,જેમાંથી ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ કિંમત રૂપિયા ૩૩,૫૫૦/- નો દારૂનો જથ્થો તથા કાર જેની કિંમત રૂપિયા ૮૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૧૩,૫૫૦/- નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. અને નાસી છુટનાર ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ડોલવણ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590