સોનગઢ તાલુકાના નાના બંધારપાડા વિસ્તારમાં સગીર વયની દીકરી નું અપહરણ કરી,દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.ત્યારે તાપી જિલ્લા એલ.સી.બી.એ ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર ને ઝડપી પાડ્યો હતો.
સોનગઢ તાલુકાના નાના બંધારપાડા વિસ્તારમાં સગીર વયની બાળકી ને ચોકલેટ આપવાની લાલચ આપી વિરલ રમેશ ગામીત (રહે. કુકડાડુંગરી તા.સોનગઢ જી.તાપી)એ બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ સગીર વયની બાળકી સાથે વિરલ ગામીત એ દુષ્કર્મ આચર્યું હતું અને નાસી છૂટ્યો હતો. જે અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં નોંધાતા, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે તાપી જિલ્લા એલસીબીએ ગણતરીના કલાકોમાં આરોપી વિરલ ગામીત ને ઝડપી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590