વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામમાં આવેલ એક ગોડાઉનમાં ગાય, ભેંસ વધુ દુધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનો તથા ઇન્જેક્શન બનાવવાનો સાધનોનું પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરનાર એક ઈસમની તાપી એસ.ઓ.જી. ટીમએ અટકાયત કરી હતી.તેમજ કેમિકલ અને પ્રવાહી જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૮૯,૫૫૨ /- નો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામમાં જી.આઇ.ડી.સી. ખાતે પીઠડ પશુ આહારનાં ગોડાઉનનાં પાછળનાં ભાગે ગોડાઉનમાં ગાય, ભેંસ વધુ દુધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનો તથા ઇન્જેકશન બનાવવાના સાધનો રાખી ગેરકાયદેસર કોઇ પણ લાયસન્સ વગર વેચાણ કરવામાં આવી રહ્યું છે.જે બાતમીના આધારે તાપી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસોએ બેડકુવા નજીક ગામમાં જી.આઇ.ડી.સી. ખાતે પીઠડ પશુ આહારનાં ગોડાઉનનાં પાછળનાં ભાગે ગોડાઉનમાં રેડ કરી હતી.ત્યારે ત્યાં ભેંસ વધુ દુધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનો તથા ઇન્જેકશન બનાવવાના સાધનો મળી આવ્યા હતા અને કેમીકલ,પાણી,એસીડ, ફેનોલ મીઠા સાથે મીક્ષ કરેલ પ્રવાહી મળી આવેલ તથા ઇન્જેક્શનો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અન્ય સાધન મળી આવ્યા હતા.જે બાદ પોલીસે સ્થળ પરથી પ્રવિણ મેરામણ ભાટુ (હાલ રહે.વ્યારા તા.વ્યારા જી.તાપી મૂળ રહે. જામનગર) ની અટકાયત કરી હતી.તેમજ પોલીસે સ્થળ પરથી ઇન્જેક્શન,ઇન્જેક્શન બનાવતા સાધનો,કેમિકલ અને પ્રવાહી જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૮૯,૫૫૨ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કાકરાપાર પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590