Latest News

તાપી જિલ્લા એલ સી બી એ નર્મદાના સાગબારા પોલીસ મથકે છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Proud Tapi 02 Aug, 2023 04:14 PM ગુજરાત

તાપી જિલ્લા એલસીબીએ નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ મથકે છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી યશવંત વસાવાને ઝડપી પાડ્યો હતો.

નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ મથકે છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના ગુનામાં  યશવંત વસાવા નાસતો/ભાગતો  ફરતો હતો.ત્યારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના  માણસો ને બાતમી મળી હતી કે, સાગબારા પોલીસ મથકે છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી યશવંત વસાવા સોનગઢ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં જોવા મળેલ છે.જે  બાતમીના આધારે તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં પહોંચી અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી યશવંતભાઈ રમેશભાઈ વસાવા (રહે. જંગલ આ તા.સોનગઢ જી.તાપી )ની અટકાયત કરી હતી. તેમજ નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ મથક ને વોન્ટેડ આરોપી ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post