ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આકાશવાણી કેન્દ્રના પ્રોગ્રામ હેડ શ્રી પારસ કટારીયા અને અભિયાંત્રિક સહાયક શ્રી નરેન્દ્ર ખેરનારના અધ્યક્ષ સ્થાને આકાશવાણી કેન્દ્ર-આહવાન ૩૦ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આકાશવાણીને વધુ આગળ લઈ જવા નવા નવા કાર્યક્રમો બનાવવા, શ્રોતાઓને મનોરંજન સાથે જ્ઞાનવર્ધક માહિતી પીરસવા વિશેની ચર્ચા કરવામાં આવી હતી. આકાશવાણી કેન્દ્ર આહવા ૩૦ વર્ષ પુરા કરી ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે બદલ આકાશવાણીના ફરજ બજાવતા સૌ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આકાશવાણી કેન્દ્રના ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ શ્રી રવિકર ડામોર, શ્રી દેવરામ ગાવિત, શ્રી અશોક ગામિત, શ્રીમતી વર્ષા ગાયકવાડ સહીત કેઝ્યુઅલ એનાઉન્સર્સ, ટેકનિકલ સ્ટાફ વિગેરે હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590