વ્યારા નગર ખાતે જલીયાણ ખમણ હાઉસના માલિકના દીકરા ના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપી ,પાર્ટી કરીને ઉજવણી કરતા હોય છે ,જ્યારે વ્યારામાં રહેતા વિરાંગ ભરત સાદરાણી એ પોતાના દીકરાના જન્મ દિવસની ઉજવણી ચિલ્ડ્રન હોમ વ્યારા ખાતે અનાથ બાળકો સાથે કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે રહેતા જલીયાણ ખમણ હાઉસના માલિક વિરાંગ ભરત સાદરાણી એ દીકરા માહિર નો જન્મદિવસ ઉજવ્યો હતો.સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ સગા સંબંધીઓ,મિત્ર મંડળ કે પરિવાર સાથે ઉજવતા હોય છે. પરંતુ તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ માહિરનો જન્મદિવસ હતો ત્યારે વ્યારા ચિલ્ડ્રન હોમ ખાતે જેમનું કોઈ નથી એવા અનાથ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590