ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ-ધુડા-પિપલાઈદેવી રોડ ઉપર આવેલ ધુડા ગામનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ નાના વાહનો માટે ચાલુ રાખવા, અને ૧૦ ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળી હતી. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી આહવા દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે. ભારે વાહનો માટે બંધ કરાયેલ આ બ્રિજને કારણે ધુડા-હિંદળા થઈ પિપલાઈદેવી રોડનો (કુલ ૫.૫૦ કિ.મી) વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયુ છે.
આ બાબતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા - ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે. આ જાહેરનામુ તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અમલી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590