Latest News

સાપુતારાના ખાલી પડેલ મકાનના રૂમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

Proud Tapi 31 Oct, 2023 11:55 AM ગુજરાત

વાલી વારસો,પરિચિતોને આહવા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અનુરોધ

ડાંગના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નં. 12/2023 સી.આર.પી.સી કલમ-174 મુજબ ના કામે એક બિનવારસી અજાણ્યા પુરૂષની લાશ, ઉ.વ આશરે 35 થી 40 વર્ષ, જે સાપુતારા વિસામો ના ખાલી પડેલ મકાનના રૂમમા થાણા થી પશ્ચિમે ટાઉન બીટ ની હદમાં મળી આવેલ છે. મરણ પામનાર આ પુરુષ ની ઊંચાઈ 5×8 છે.આ ઇસમે શરીરે નેવી બ્લુ કલર નુ ચેક્સ ડિઝાઇન વાળુ લાંબી બાયનુ શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનો પેન્ટ પહેરેલ છે.માથે કાળા વાળ છે.

આ યુવક બહારથી આવી કોઇ અગમ્ય કારણોસર લોખંડની એંગલ માં નાયલોનનુ દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ મરણ જતા તેની લાશ સડી ગયેલ (ડી-કમ્પોઝ) સુકાઈ ગયેલી હાલતમાં ભોંય તળિયા ઉપર શરીરથી માથાનો ભાગ (ખોપરી) છૂટો પડેલ હાલતમાં મળી આવેલ છે. જેના નામ સરનામાની ખબર નથી. આ વર્ણન વાળા અજાણ્યા પુરુષ જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં ગુમ થયેલ હોય તો રેકર્ડ ઉપર ખાતરી કરી નીચે મુજબના ટેલિફોન ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો ૦૨૬૩૧- ૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post