વડોદરાની સયાજી હોસ્પિટલે માનવતા નેવે મૂકી હોવાનો ચોંકાવનારો બનાવ આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં મહિલા ભિક્ષૂકને પગમાં સળિયા નાંખેલી હાલતમાં છોડી દેવાઇ છે. આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ કરાઇ છે.મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી સરકારી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતના જીલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ જરુરિયાતમંદો પોતાની સારવાર કરાવવા આવે છે. હોસ્પિટલના તબીબો નર્સો અને પ્રશાસન સામે તેમને અનેક આશા હોય છે. જો કે આજે જે બનાવ બન્યો છે તે ચોંકાવનારો છે. સયાજી હોસ્પિટલમાં માનવતા નેવે મુકી દેવાઇ હોવાનો બનાવ બન્યો છે.
ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર નાખી દીધી હોવાનું જોવા મળ્યું છે. આ અંગે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો અને તેમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો અને જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને પણ સમગ્ર મામલે ફરિયાદ પણ કરી હતી. તેમણે સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590