તાપી જિલ્લાના એક ગામમાં મહિલા તથા તેમની જેઠાણી ને ઘર માંથી નીકળી જવા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.ત્યારે ૧૮૧ મહિલા હેલ્પલાઈન આર ફોન આવતા , તાપી જિલ્લા ૧૮૧ અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુત્ર ને સમજણ આપી સમાધાન કરાવ્યું હતું.
તાપી જિલ્લાની એક મહિલા અને તેમના જેઠાણી (તેમના પતિ હયાત નથી) માટે તે મજુરી કરીને તેમનું ઘર ચલાવે છે.મહિલા નો દિકરો તેમની પત્ની તથા બાળક સાથે રહી તેમનું અલગ જીવન જીવે છે.મહિલાની જેઠાણી સુરત શહેરમાં કંપનીમાં કામ કરવા જાય છે, જે મહિલાના દિકરા ને પસંદ નથી.મહિલા તથા તેમની જેઠાણી તેમની દિકરી ના ઘરે રહેવા ગયાં હતાં.તેના બીજા દિવસે સાંજે તેઓ ઘરે આવતા મહિલા નો દિકરો તેમની સાથે ઝધડો કરવા લાગ્યો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.મહિલા અને તેમના જેઠાણી ને ઘર માં આવવા ન પાડી દીધી હતી.જેથી મહિલા અને તેમની જેઠાણી મોડી રાત સુધી ઘરની બહાર બેસી રહ્યા હતા. થોડા સમય પછી મહિલા નો દિકરો નશો કરીને ઘરે આવ્યો હતો અને મારઝૂડ કરવાનો પ્રયત્ન કરતો હતો.પરંતુ મહિલા અને તેમની જેઠાણી રાત્રે તેમના ખેતરમાં જઈને સંતાઈ ગયા હતા તેમની પાછળ તેમનો દિકરો જઈને ખેતરમાં પથ્થર ફેંકવા લાગ્યો હતો.પરંતુ મહિલા અને તેમની જેઠાણી તેમના દિકરા ના ડરના ન કારણે ખેતરમાં થી બહાર નીકળ્યાં નહોતા.સવાર પડતાં મહિલાઓ ખેતરમાંથી બહાર નીકળ્યા હતા અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી મદદ માંગી હતી.ત્યારે ૧૮૧ અભયમ તાપીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાઉન્સેલિંગ કરી હતી.મહિલાના દિકરા ને સમજાવવામાં આવ્યો હતો અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.મહિલા તથા તેમની જેઠાણી આત્મનિર્ભર બની પોતાનું જીવન જીવે છે ,તો તેમને શાંતિ થી રહેવા દેવામાં આવે અને આમ ઘરમાં નહીં રહેવા દેવું ને મારઝૂડ કરવું જેવા કાયદા હાથમાં નહીં લેવાય, તેવી સમજણ આપવામાં આવી હતી.મહિલાના દિકરા ને જવાબદારીનું પણ ભાન કરાવવામાં આવ્યું હતું, તેમને સમજણ આપી તેમની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590