નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કંથારપુરા ગામ ના એક યુવકે ગરુડેશ્વર પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.પુલ પરથી કૂદેલા યુવાનનું મોત થતાં કંથરપુરા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.મોતને ભેટનાર યુવાન મુકુંદભાઈ ગોપાલભાઈ બારીયા ઉ.વ.૩૪ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.હાલ ગરુડેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી તેના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે,મૃત્યુ પામનાર મુકુંદભાઈ ગોપાલભાઈ બારીયા ને આજે ધૂળેટીનો પર્વ હોય,ઘરમાં નોનવેજ ખાવાનું હતું,પરંતુ મામૂલી બોલાચાલી ને કારણે મુકુંદે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590