મણીપુરમાં આદિવાસી સમાજની મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે કુકરમુંડા તાલુકા આદિવાસી સમાજ અને નિઝર આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર મારફતે આપવામાં આવ્યું હતું.
મહેશ પાડવી (નિઝર ) : કુકરમુંડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા કુકરમુંડા ખાતે રેલી કાઢી કલેકટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,જ્યારે બીજી તરફ નિઝર તાલુકા સર્વાંગી વિકાસ સંઘ દ્વારા પણ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.બંને તાલુકાઓમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,મણિપુર રાજ્યના બહુલ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ ઉપર જે અમાનુષ્ય અને અમાનવીય કૃત્યના બનાવો રોજે રોજ બનતા જઈ રહ્યા છે ,જેમાં હાલ થોડા દિવસ અગાઉ મણિપુર રાજ્યની ૨ આદિવાસી કુકી સમાજની મહિલાઓ અને તે પણ કારગીલ યુદ્ધ ભૂમિમાં દેશની સુરક્ષા માટે પોતાના જીવની અને પરિવારની પરવાહ કર્યા વગર દેશ માટે શહીદી વહોરવી સુધી તૈયારી બતાવનાર નૌ જવાનની ઘરની મહિલા સાથે યૌન શોષણ કરી અમાનવીય કૃત્ય કરી,જાતીય હિંસા આચરી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના વિડિયો દ્વારા સામે આવી,જેને આ દેશ નો આદિવાસી સમાજ,કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહિ.તેમજ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તથા ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590