Latest News

વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં નીકળેલી આદિવાસી અધિકાર પદયાત્રા આજરોજ વ્યારા ખાતે પહોંચશે

Proud Tapi 13 Sep, 2023 03:53 AM ગુજરાત

આજે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે  હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહી વિરોધ નોંધાવી આવેદન પત્ર આપશે 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધ સહિતના અન્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈને જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ સ્થળોથી પદયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે તે પદયાત્રા આજરોજ વ્યારા ખાતે પહોંચશે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં તથા  ને.હા.૫૬ જમીન સંપાદન મામલો તથા કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી  તથા વેદાંતા પર તાપી નર્મદા રિવર લિંક વગેરે મુદ્દાઓને લઈને તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનોએ  પદયાત્રાની શરૂઆત કરી હતી.

સરકારએ વ્યારા જનરલ હોસ્પિટલ ને મેડિકલ કોલેજ કમ આધુનિક હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી આપી છે. અને ટોકન લઈને અમદાવાદ ની ટોરેન્ટો નામની કંપનીને 33 વર્ષ માટે લીઝ પર હોસ્પિટલ આપી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પરંતુ આદિવાસી વિસ્તારમાં આવેલ વ્યારા જનરલ હોસ્પિટલ નું ખાનગીકરણ થાય તો આદિવાસી સમાજ માટે આરોગ્યની સેવા લેવાનું કઠિન થાય તેમ છે કારણ કે ખાનગીકરણ થશે તો સેવાના દર પણ વધારવામાં આવશે.ત્યારે આદિવાસી સમાજના લોકો પોતાની સારવાર માટે ક્યાં જશે ?

વ્યારા જનરલ હોસ્પિટલ ના ખાનગીકરણના વિરોધમાં તાપી જિલ્લાનો આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ ખાનગીકરણ અટકાવવાની લડતમાં આદિવાસી અધિકાર પદયાત્રા ની શરૂઆત કુકરમુંડા તાલુકાના ઉદમગડી  ખાતે થી કરવામાં આવી હતી.આ પદયાત્રા નિઝર - કુકરમુંડા - સોનગઢ થી વ્યારા ખાતે પહોંચી. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.

તેમજ આજરોજ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.અને વ્યારા ખાતે વિશાળ જનસભા ગજવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post