Latest News

નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માત માં બે વ્યક્તિઓના મોત

Proud Tapi 27 Mar, 2024 03:27 PM ગુજરાત

ડેડીયાપાડા પોલીસે બેસણા ગામના પુલ પાસે થયેલા અકસ્માત માં રમણભાઇ જાતરીયાભાઇ વસાવા,રહે.શીશા કાકરાબારા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ એક હોન્ડા કંપનીની સાઈન મો.સા. નંબર GJ-22-K- 7791 ની લઈ પુરઝડપે હંકારી લાવી રમણભાઈ ની એક્ટિવા મો.સા.નંબર GJ-22-Q-0312 ને પાછળથી અથાડી એક્સિડન્ટ કરી સામેથી આવતી ફોર વ્હિલ ગાડી નંબર GJ-26-N-8160 સાથે સાઈન મો.સા. સાથે અથડાઇ જતા રમણભાઈ તથા શર્મિલાબેનને ઇજાઓ પોહચાડી તથા સાઈન મોટરસાયકલના ચાલકે પોતાને ડાબા પગે તથા કમરના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પોહચાડી દેડીયાપાડા સરકારી દવાખાને સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

ત્યારબાદ બીજો અકસ્માત ધારીખેડા પેટ્રોલ પંપવાળા બસ સ્ટેન્ડ પાસે થયો જેમાં દેવેન્દ્રભાઇ ગંગાભાઇ શર્મા હાલ રહે.ધારીખેડા સુગર ફેકટરી C-8 કોલોની તા.નાંદોદ જી.નર્મદા એ આપેલ ફરિયાદ મુજબ તેમના મોટાભાઇનો સાળો મરનાર તા.૨૫/૦૩/૨૦૨૪ ના રોજ સવારના અરસામાં સાયકલ લઇને હાઇવે રોડ ઉપર જતા હતા.ત્યારે ધારીખેડા પેટ્રોલ પંપવાળા બસ સ્ટેન્ડ પાસે એક ફોર્ડ ફીગો કંપનીની ફોર વ્હીલ ગાડી નં. GJ- 27-K-1897 ની પૂરઝડપે હંકારી લાવી મરનાર મારકન્ડેય ગણપત શર્મા ઉ. વ. ૫૦ હાલ રહે કુમસગામ ગોડાઉન પાસે સુગર કોલોની હાઇવે રોડ ઉપર તા.નાંદોદ જી.નર્મદા ની સાયકલને એક્સિડન્ટ કરતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઇકાલ તેમનું મોત થતાં ઉપરોક્ત બંને અકસ્માત માં ડેડીયાપાડા અને આમલેથા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post