Latest News

પીઢ સાંસદ મનસુખભાઇ વસાવના આક્ષેપોથી ભાજપમાં ભૂકંપ સર્જાયો

Proud Tapi 16 Sep, 2023 04:50 PM ગુજરાત

પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડ માથી સાંસદ મનસુખ વસાવા એ વોકાઉટ ક્યાં બાદ મીડિયા સામે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના ભાજપના હોદેદારો સામે રોષ ઠાલવ્યો,કહ્યું  હું સાચો છું જો નહિ બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે 

બીટીપી ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવા ને ભાજપ માં જોડાવા ઇચ્છતા ભાજપના આગેવાનો એ પ્રદેશ અધ્યક્ષ સામે એવી ફરિયાદ કરી કે આ લોકો ભાજપમાં જોડાવા તૈયાર છે પણ મનસુખભાઈ વિરોધ કરે છે. 

વહાબ શેખ, નર્મદા : ગુજરાત ભાજપની વિવિધ જિલ્લાઓની પર્લામેન્ટરી બોર્ડ માંથી ભરૂચ અને નર્મદા ની બાબતો પર ચર્ચા પહેલા સાંસદ મનસુખ વસાવા ના વોક આઉટ થી અનેક તર્ક વિતર્કો શરું થઈ ગયા અને પ્રદેશ ભાજપ માં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલા ની છાપ ધરાવતા અને સિનિયર સાંસદ  મનસુખ વસાવા અચાનક પર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહેવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી બની હશે,પણ આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિ ને જન્મ આપ્યો જેથી સાંસદ રોષે ભરાયા અને મીડિયા સામે પોતાનો રોષ વ્યક્ત કરાયો અને કહ્યું કે હું સાચો છું, જો આજે નહિ બોલું તો આ વિરોધી લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. હું પ્રદેશ અધ્યક્ષ ને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ પણ હાલ મારા વિરોધીઓ ને પ્રજા સામે ખુલ્લા પાડવા પડશે,આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર બેસી ગયા છે અને પાર્ટી ના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે..પણ હું પાર્ટી વિરોધી કામ નહિ થવા દઉ આ જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક કરવો છે રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો રહીશ પાર્ટીની છબી ખરડાવાની કોશિશ કરી તો કોઈ પણ સંજોગોમાં નહિ ચલાવી લઉ કેમકે અમે ઘર્ષણ અને સંઘર્ષ બંને જોયો છે. 

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે કેટલાક ખુલાસા કર્યા અને જિલ્લાના હોદેદારો સામે આક્ષેપો કર્યા અને કહ્યું કે  જિલ્લા કક્ષાએથી કેટલાક નેતાઓ પ્રદેશ આધ્યક્ષ સી.આર પાટીલને મારાં વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં હંમેશા પાર્ટી ના વિકાસ ની અને સંઘઠન ની વાત કરી છે. કોઈ સંશય હોય તો કેવું પડે જેનાથી સ્થાનિકોને લાભ થયો છે પણ મારા વિરોધને મારાજ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ખોટું ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. 

સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ ના હરેશ વસાવા ને ભાજપ માં લેવા માં સાંસદ વિરોધ કરે છે તેવી વાત ખોટી પ્રદેશ અધ્યક્ષ ને કહી ગેરમાર્ગે દોરે છે, નાંદોદ ધારાસભ્ય ડો દર્શના દેશમુખ ,જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ ,ઝઘડિયા ધારા સભ્ય રિતેશ વસાવા આ લોકો એ મારા માટે અધ્યક્ષ ને ગેરમાર્ગે દોર્યા હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો મનસુખ વસાવા એ કરતા બીજેપી માં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post