Latest News

આહવા ખાતે નશાબંધી સપ્તાહ સહિત વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાઈ

Proud Tapi 03 Oct, 2023 11:42 AM ગુજરાત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે નશાબંધી સપ્તાહ અને વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.  નશાબંધી અને આબકારી વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નશાબંધીના પ્રચાર પ્રસાર સહિત ખાસ કરીને નવયુવાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની હાંકલ કરાઈ હતી.સાથે વન્ય જીવ સપ્તાહની ઉજવણી દરમિયાન વન્ય જીવો પ્રત્યે જાગૃતિ કેળવવાની પણ અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષક વી.સી.ડોડીયા,ગીર ફાઉન્ડેશન,ગાંધીનગરના આસીસ્ટન્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી અશોક પટેલ,ડાંગના નશાબંધી નિયોજક શ્રી રાકેશ પવાર, ઝુલોજીસ્ટ શ્રી રાજેશ કાથડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને ગીર ફાઉન્ડેશન સંસ્થા તરફથી નોટબુક,પેન,બેગ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલે કર્યું હતું. આભાર વિધિ રાજેશ રાવલે આટોપી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post