કૌશલ્ય વિકાસની તકો ઉભી કરી મહિલા નેતૃત્વ ને પ્રોત્સાહિત કરવાની દિશામાં તાપી જિલ્લો અગ્રેસર
મહિલા-દીકરીઓને આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સુરક્ષા પ્રદાન કરવા સહિત કૌશલ્ય વિકાસની તકો ઉભી કરી મહિલા નેતૃત્વ ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી કરી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લાની મહિલાઓ પણ આર્થિક પગભર બને તેવા આશય સાથે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે વ્યારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખાતે તાલીમાર્થી બહેનોને સ્વાવલંબન અને સ્વ રોજગારી મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત,સોનગઢ આદર્શ નિવાસી શાળામાં મહિલા સ્વાવલંબન થીમ પર નાટક થકી મહિલા સુરક્ષા અને સ્વાવલંબન તેમજ સરકારની મહિલાલક્ષી યોજનાઓ ની માહિતી અને લાભ થી માહિતગાર કરાયા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590