Latest News

માર્ગ મકાન વિભાગના ઈજનેરોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ ને લઈ માર્ગ મકાન વિભાગના સચિવને લેખિત રજૂઆત

Proud Tapi 01 Nov, 2023 04:36 PM ગુજરાત

તાંત્રિક સંવર્ગ ના ઇજનેરોને કામગીરી દરમ્યાન પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મદદનીશ ઇજનેર મંડળ દ્વારા ગાંધીનગર માર્ગ મકાન વિભાગના સચિવ ને આવેદપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય જોગવાઈઓમાં જે નોંધપાત્ર વધારો થયો છે. તેનાં પરિણામ માર્ગ અને મકાન વિભાગની કામગીરી માં પણ અત્યંત વધારો થયો છે. અને બીજા વિભાગોની બાંધકામની જોગવાઈઓમાં પણ વધારો થયો હોવાને કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ વ્યાપક સ્તરે વિસ્તરી છે.જેના કારણે સરકાર દ્વારા વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તા યુક્ત બનાવવા તેમજ કામોના મોનીટરીંગ અસરકારક કરવા માટે વરિષ્ઠ અધિકારીઓના કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી (Rationalization of Region) કરી મુખ્ય ઈજનેર સ્ટેટ અને મુખ્ય ઇજનેર પંચાયત ના સ્થાને ત્રણ રીજીયન વાઈઝ જગ્યાઓ રીસ્ટ્રક્ચર કરી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનના મુખ્ય ઈજનેર ની જગ્યાઓ ઉભી કરેલ છે. અને હાલમાં કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા તેને પડતી તકલીફો અંગે રજૂઆત કરવામાં આવી હતી,ત્યારે તેમની માંગણીઓને સરકાર દ્વારા ખુબ જ ઝડપથી કાર્યવાહી કરી અને તેથી જ ઝડપથી પરિપત્ર સ્વરૂપે બહાર પણ પાડી દેવામાં આવેલ છે. ત્યારે મદદનીશ ઇજનેર મંડળ(વર્ગ -૨), વિભાગના તાંત્રિક અધિકારીઓને પડતી અનેક હાલાકી ઓ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ તે અંગે વિભાગ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ / કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવેલ નથી. સરકાર કોન્ટ્રાક્ટર એસોસિએશન ની રજુઆત પરત્વે આટલી સંવેદના દાખવે છે .જ્યારે પોતાના જ વિભાગના ફરજ બજાવતા ક્ષેત્રીય સ્ટાફની રજૂઆતો પરત્વે ઉદાસીનતા દાખવે છે.  હાલ વિભાગના તમામ તાંત્રિક અધિકારી/ કર્મચારીઓ દ્વારા તમામ  પ્રશ્નોને  લઈને વિભાગ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ત્યારે માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા તાંત્રિક અધિકારીઓ / કર્મચારીઓને અન્ય વિભાગો દ્વારા બિનતાંત્રિક કામગીરીઓની સોંપણી કરવામાં આવે છે.જેથી અન્ય વિભાગો દ્વારા બિન તાંત્રિક કામગીરીઓની સોપણી ન કરવામાં આવે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવે,વિભાગના તમામ તાંત્રિક અધિકારીશ્રી / કર્મચારીઓને કામના ચોક્કસ કલાકો નિયત કરવામાં આવે અને તેની અમલવારી થાય,ખાલી જગ્યાઓ તાત્કાલિક યુધ્ધના ધોરણે ભરવામાં આવે, જે તે અધિકારી ને પોતાનો પક્ષ રાખવાનો મોકો કે તક આપ્યા વગર જ તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવે છે જેથી આ અંગે ધ્યાન આપવામાં આવે અને અધિકારીઓને પોતાનો પક્ષ મૂકવા માટે તક આપવામાં આવે,આ અગાઉ બે વખત રજૂઆત કરવામાં આવે છે તેને પણ ધ્યાને લેવામાં આવે એમ મળી કુલ પાંચ પ્રશ્નોને લઈને મદદનીશ ઇજનેર મંડળ (સિવિલ) દ્વારા ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગના સચિવ ને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

તેમજ આ પાંચેય મુદ્દાઓનું તા. ૧૮/૧૧/૨૦૨૩ (લાભપાંચમ) સુધી કોઈ હકારાત્મક નિર્ણય નહીં  લેવામાં આવે તમામ તાંત્રિક અધિકારીશ્રી / કર્મચારીઓ પોત પોતાની તમામ ફરજો થી અળગા રહેશે. તેવી  ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post