ડાંગ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો માટે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ ઝુંબેશ અંતર્ગત” સરકારનું (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ તા.૧૬/૭/૨૦૨૪ થી ૧૫/૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.
જેમાં વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેક, નારીયેરી વાવેતર, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર,ફળપાક પ્લાન્ટીગ મટીરીયલ,કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા-જામફળ- દાડમ-લીંબુ માટે,વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો,ફળપાકો જેવા કે દ્રાક્ષ-કિવી-પેશનફ્રુટ વિગેરે, પપૈયા,ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ),સરગવાની ખેતી જેવા ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડુત મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ખેડુત મિત્રોએ અરજીની પ્રિન્ટ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭, ૧૨, ૮-અના ઉતારા, અરજી કર્યાના દિન- ૭ માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામક આહવા-ડાંગ ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવા તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590