અગાઉ વાંસદાના કાવડેજ ગામે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૭૦ પરિવારો ફરી સ્વધર્મમાં ઘરવાપસી કરાવ્યા બાદ તાપી જિલ્લાના અને ડાંગ જિલ્લા આદિવાસી પરિવારો ભૂતકાળમાં ઈસાઈ ધર્મ ધર્માંતરિત થયા તેમને કોઈ પણ જાતના દબાણ વગર સ્વયંભૂ પોતાના સ્વધર્મમાં ઘરવાપસી થયા
ડોલવણ તાલુકાના ઉમરવવા દૂર ગામે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તન ની વટાળ પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે ત્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરી ફરી ઘર વાપસી કરવામાં આવી રહી છે જેમાં ગતરોજ તા - ૩૧ ના રોજ ડોલવણ તાલુકાના ઉમરવવા દૂર ખાતે આવેલા મલેસ્વર મહાદેવ ના મંદિરના પટાંગણમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા શુદ્ધિકરણ મહાયજ્ઞ નો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાપી જિલ્લાના ૧૦૦ જેટલા આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી તાપી જિલ્લો મોટાભાગે આદિવાસી બહુલ છે. અહીં મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓને ધાક-ધમકી અથવા તો લાલચ આપીને ઈસાઈ બનાવવાનો રીતસરનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે આવા આદિવાસી પરિવારો જે ભૂતકાળમાં આવી ધાક-ધમકી અને લાલચમાં આવીને ઈસાઈ બન્યા હતા, તેમને હિન્દૂ-અગ્નિવીર સંગઠને આ ૧૦૦ પરિવારોને પોતાના સ્વધર્મમાં, હિંદુધર્મ, ઘરવાપસી કરાવી હતી ભૂતકાળમાં ઈસાઈ ધર્મમાં ધર્માંતરિત થયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ જાતના દબાણ વગર સ્વયંભૂ પોતાના સ્વધર્મમાં ઘરવાપસી કરી રહ્યા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે હવેથી તેઓ હિન્દુ ધર્મનું સંપૂર્ણ-પાલન પણ કરશે તેઓએ આગળ જણાવ્યું હતું કે પોતાના મૂળ ધર્મ છોડીને તે બીજા ધર્મમાં ગયા હતા તે તેઓની મોટી ભૂલ હતી. ફરી તેઓ સ્વધર્મમાં ઘરવાપસી કરવા માંગતા હોવાથી હિન્દૂ અગ્નિવીર સંગઠન દ્વારા ઉમાર્વાવ દૂર ગામ ના મહાદેવ ના મંદિરના પટાંગણમાં સંતોની ઉપસ્થિતમાં શુદ્ધિકરણ મહાયજ્ઞ યોજીને તેમને શ્રીફળ આપીને ગંગાજળથી પવિત્ર કરીને હનુમાન ચાલીસા આપીને સ્વધર્મમાં ઘર વાપસી કરાવી હતી. વીર હિન્દુ સંગઠન દ્વારાઅત્યાર સુધીમાં ૯૦૦૦ થી વધુ પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590