ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી નોકરીના બહાને આ બે ભાઈઓએ લોકોને ચૂનો ચોપડ્યો હતો.
સૂત્રો અનુસાર છેતરપિંડી દ્વારા રૂપિયા 9.80 લાખ પડાવાઈ લેવાયા હતા. ભોગ બનનારને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ ગુના મુદ્દે બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.પાલિકા અને પોલીસમાં નોકરી આપવાના બહાને તેમના પર છેતરપિંડી કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. પાલિકાનો બોગસ કોલલેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590