નર્મદા જિલ્લો સરહદી જિલ્લો છે, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા હોવાથી બૂટલેગરો માટે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો સરળ રસ્તો છે, પરંતુ નર્મદા પોલીસની ચોકસાઈનો કારણે આ વિસ્તારમાંથી અવારનવાર વિદેશી દારૂ ઝડપાઈ છે , ત્યારે ડેડીયાપાડા પોલીસે એક લક્ઝરીયસ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.
ડેડીયાપાડા પોલીસ પેટ્રોલીંગમાં હતી,ત્યારે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ.પો.કો.કમલેશભાઈ પારસીંગભાઈ બ.નં.220 ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોઈક ઈસમ મોલગી (મહારાષ્ટ્ર) તરફથી ડુમખલ થઈ ડેડીયાપાડા બાજુ વિદેશી દારૂ જથ્થો આવવાનો હોય. મળેલ બાતમી ના આધારે ડેડીયાપાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી પટેલ તથા સ્ટાફના માણસો બેસણા ગામ ના ટેકરા પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે,સામેથી આવતી સ્કોડા ગાડી નં. DD-03K-4798 શંકાસ્પદ લાગતા તેને હાથ ના ઇશારે રોકવાની કોશિશ કરતાં ચાલકે ગાડી રિવર્સ કરી હંકારી મૂકતા પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા કોકટી સ્મશાન પાસે ચાલક તેમજ બાજુમાં બેસેલો ઇસમ સ્કોડા ગાડીને બિનવારસી હાલતમાં મૂકી ડુંગરાર વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં ફરાર થઈ ગયા હતા.
પોલીસે ગાડીની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડનો કુલ 2,08,900 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ સ્કોડા કંપનીની કુસાક ગાડી સહિત કુલ 12,08,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે ગુના સાથે સંકળાયેલા ગાડી ચાલક તથા બાજુમાં બેસેલા બંને આરોપીઓ જેમના નામ સરનામાની ખબર ના હોય તેઓને વોન્ટેડ જાહેર કરી તેમને કાયદાનો પાઠ ભણાવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590