સુરત જિલ્લાના ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને રાજીનામુ આપતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે.પૂર્વ ધારાસભ્ય અને ઓલપાડ કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે રાજીનામું આપ્યું છે.હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ન હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે.સુરત જિલ્લાની માંડવી સુગરમાં વહીવટીકર્તાએ કરેલા ભ્રષ્ટાચારના પગલે જેલ હવાલે થયા છે.
સુરત જિલ્લાના ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને રાજીનામુ આપતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે.પૂર્વ ધારાસભ્ય અને ઓલપાડ કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે રાજીનામું આપ્યું છે.રાજીનામા પાછળ સભાસદોને શેરડીના પૈસા ન ચૂકવ્યા હોવાની રજુઆત સાથે વહીવટમાં કરોડોનો ગફલો થયો હોવાનું કારણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.
હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ન હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે.સુરત જિલ્લાની માંડવી સુગરમાં વહીવટીકર્તાએ કરેલા ભ્રષ્ટાચારના પગલે જેલ હવાલે થયા છે ત્યારે હવે ઓલપાડ કાંઠા સુગરના પ્રમુખના રાજીનામાના પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.સુગરની આગામી બોર્ડ મિટિંગમાં આ વિવાદનું સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590