Latest News

સુરત શહેરમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પૂરક પરીક્ષાઓ સંદર્ભે પોલીસ કમિશનરનું જાહેરનામું

Proud Tapi 19 Jun, 2024 03:08 PM ગુજરાત

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સુરત શહેરમાં એસ.એસ.સી.(ધોરણ-૧૦)ની તા.૨૪/૦૬/૨૦૨૪ થી ૦૪/૦૭/૨૦૨૪ , ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પુરક પરીક્ષાઓ તા.૨૪/૦૬/૨૦૨૪ થી ૦૩/૦૭/૨૦૨૪ તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પુરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન યોજાશે. પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.

જાહેરનામા અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ૬૦ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા પર, લાઉડ સ્પીકર વગાડવા પર, વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન,ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહીં.આ હુકમનો અમલ તા.૨૪/૬/૨૦૨૪ થી તા.૬/૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post