ભરૂચમાં લવ જેહાદનો વધુ એક મામલો સામે આવ્યો છે. મુસ્લિમ શખ્શે યુવતી સમક્ષ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા બાંધી તેની ઓથમાં શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીની મંગેતર કરતૂતોનો ભાંડો ફોડી નાખતા પોલીસે ઘટના સંદર્ભે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 5 જાન્યુઆરી 2024ના એક પરિવાર આપવીતી સાથે પહોંચ્યું હતું. આરોપી આદીલ અબ્દુલ પટેલ ઉ.વ-૨૫ રહેવાસી ચાવજ તા.જી. ભરૂચની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની સામે આવેલી હકીકત અનુસાર આદિલે પટેલે પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી ઇન્સ્ટાઆઇડી ઉપર “Arya patel ” હિન્દુ નામ ખોટુ ધારણ કરી સાચી હકીકતો છુપાવી અને ખોટી હકીકતો જણાવી ફરીયાદી મહિલા સાથે મિત્રતા બાંધી હતી. ફરીયાદી વિશે માહિતી મેળવી તેની મરજી વિરૂધ્ધ વારંવાર શારીરીક અડપલા તેમજ શારીરીક શોષણ કરી આપઘાતની ધમકી આપી 50 હજાર રૂપિયાની બળજબરી પુર્વક માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો
મામલો પોલીસસુધી પહોંચતા પોલીસ ઇન્સ્પેકટર પી.ડી ઝણકાટ તરફ પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં ચાવજ ગામ ખાતેથી આદીલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પો.સ્ટે. ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590