શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧લી જુલાઈના રોજ મેયરનિધિની મળેલી મિટિંગમાં ૪૯૮ જેટલા લાભાર્થીઓની ૧.૧૧ કરોડની સહાય મજુર કરીને આવી હતી. મેયરનિધિ સમિતિની આર્થિક સહાયની સૌથી ઝડપી ચુકવણી છે જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત ૧૫ દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી.
આજે સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મેયર દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, અધ્યક્ષ સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, મેયર નિધિ સમિતિના સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590