Latest News

જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉમંગભેર ઉજવણી

Proud Tapi 06 Aug, 2024 11:13 AM ગુજરાત

કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” જાગૃતતા અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ સેમિનાર યોજાયો

વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસકર્મીઓને સન્માનિત કરાયા. 

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની શક્તિને ઉજાગર કરી નીડર, સ્વાવલંબી અને સ્વાભિમાની બને તેવા આશયથી નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના ઓડીટોરિયમ હોલમાં મહિલા પોલીસકર્મીઓ માટે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” સંદર્ભે જાગૃતતા અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. 

આ પ્રસંગે દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કે.વી. લકુમે જણાવ્યું કે મહિલાશક્તિએ સામાજિક, આર્થિક રીતે જ નહીં, પરંતુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત હોવી જરૂરી છે. મહિલાકર્મીઓને કાયદાકીય અને પારિવારિક અને કામકાજ સમયમાં સંતુલન રાખવું આવશ્યક છે.
                 
જિલ્લાની સ્થાનિક સમિતિના સભ્ય અને કાયદાકીય નિષ્ણાંત ડૉ.હેતલબેન રામાણીએ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે જણાવ્યું હતું કે, બંધારણ દ્વારા મહિલાઓને સમાનતા, રક્ષણ, સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો અપાયા છે. આ સાથે જ ઘરેલુ હિંસા, ભરણપોષણ, મહિલાઓની સુરક્ષા માટે સરકારે અનેક બંધારણીય જોગવાઈઓ અમલી બનાવી છે.
                
વધુમાં કામકાજના સ્થળે મહિલા સંરક્ષણ માટેના કાયદાઓ વિષે જાણકારી આપી મહિલાઓને શારીરિક, માનસિક કે જાતીય શોષણ સામે રક્ષણ આપતા પ્રતિબંધ, અટકાયત કે નિવારણ અંગેના કાયદા હેઠળ POSH ACTની ચર્ચા કરી હતી. તેમજ કાર્યસ્થળે થયેલી મહિલા સતામણી વિરુદ્ધ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટે સમજ આપી હતી.
        
ફાઉન્ડર અને ડાઇરેક્ટર ઇન્જીનિયસ માઇન્ડ, આશિષભાઈ સિપાઈએ પારિવારિક અને કામકાજ સમયમાં સંતુલન રાખવા અંગે ઉપયોગી માહિતી આપી હતી. વિવિધ એક્ટિવિટી અને પોઝિટીવ માઇન્ડસેટ સાથે સ્ટ્રેસ ફ્રી રહી કામગીરી કરી શકાય માટે સેમિનારમાં માર્ગદર્શન આપ્યુ હતું. 
                 
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મહિલા પોલીસકર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા. જેમાં નવા કાયદા, પોક્સો, મહિલા સશક્તિકરણ, ગુડ ટચ બેડ ટચ, સિનિયર સિટીઝન્સને મદદ, ખોવાયેલા બાળકોને પરિવાર સાથે મિલન, રેપ કેસમાં વિકટીમને સહાય, શાળાઓ, સ્લમ વિસ્તારોમાં શી ટીમની કામગીરીના સેમિનારો, બાળમજૂરોને રેસ્ક્યૂ કરી ચિલ્ડ્રન હોમમાં આશ્રય અને ૨ કલાકમાં સ્લમ વિસ્તારમાંથી બાળકીને શોધી માતા-પિતાને પરત કર્યા જેવી કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
                
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રાધિકાબેન ગામીત અને મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના એસીપી કે. મિની જોસેફ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ધર્મેશ વસાવા, ICDS વિભાગના કોમલબેન ઠાકોર, મહિલા અને બાળ વિભાગના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર સ્મિતાબેન પટેલ, મહિલા-બાળ કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓ  ઉપસ્થિત રહ્યા હતા. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post