Latest News

ચીખલી પોલીસે સમરોલી ગામમા 5 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી,બે ની અટક કરી,બે વોન્ટેડ જાહેર કર્યા

Proud Tapi 07 Jun, 2023 01:21 PM ગુજરાત

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામમાં પોલીસે ટ્રકમાં ભરી લઈ જવાતો  પાસ પરમીટ વગરનો ૫ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.તેમજ અંદાજે ૧૮ લાખ રૂપિયાનીની  પ્લાસ્ટિકના દાણાની બેગો અને ૭ લાખ રૂપિયાના ટ્રક સહિત કુલ ૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.અને ટ્રક સવાર બંને ઇસમોની અટક કરવામાં આવી હતી. તેમજ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામમાં મુંબઈ થી સુરત જતા ને.હા. નં.૪૮ પર ચીખલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી.ત્યારે અશોક લેલન કંપનીનો ટ્રક  રજી. નં.GJ-14-2-0656 આવતા તેની તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની વ્હિસ્કીની બાટલીઓ કુલ નંગ-૧૧૫૬ જેની કિ.રૂ.૫,૮૮,૦૦૦/- મળી આવી હતી.જે બાદ ટ્રક સવાર  વિક્રમસિંહ રણજીતસિંહ ચૌહાણ (રહે.ગામ. મોટા ખુંટવડા,તા. મહુવા જી. ભાવનગર )તથા મહેશભાઈ લાલજીભાઈ મકવાણા (રહે.ભાવનગર નીમલ નગરની બાજુમાં મિલેટ્રી સોસાયટી તા.ભાવનગર જી. ભાવનગર )ની અટક કરવામાં આવી હતી.

તેમજ ટ્રકમાંથી મળેલ વિદેશીદારૂની વ્હિસ્કીની બાટલીઓ કુલ નંગ-૧૧૫૬ જેની કિ.રૂ.૫,૮૮,૦૦૦/- અને પ્લાસ્ટીકના દાણાની બેગો નંગ-૪૦૩ જેની કિં.રૂ.૧૮,૦૭,૦૮૩/- બંને ઈસમો પાસેથી મળેલ મોબાઇલ ફોન નંગ ૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-તથા અશોક લેલન કંપનીનો ટ્રક જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- હોય એમ મળી કુલ રૂ.૩૧,૦૬,૦૮૩/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર સેલવાસના સાગરભાઈને તથા દારૂનો જથ્થો મંગાવી આપનાર યોગેન્દ્રસિંહ ગોહિલ (રહે.ભાવનગર નીમલનગરની બાજુમાં મિલેટ્રી સોસાયટી તા.ભાવનગર જી.ભાવનગર )ને વોન્ટેડ જાહેર કરી,ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post