Latest News

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ નદી-તળાવ, પાણીના સ્ત્રોતો સહિત જાહેર સ્થળોની સામુહિક સાફસફાઇ કરાઈ

Proud Tapi 17 Oct, 2023 12:27 PM ગુજરાત

'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરુષો ની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારા ની સફાઈ વિશેષ 'સફાઈ અભિયાન' અંતર્ગત હાથ ધરવામાં આવનાર છે.જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વિવિધ સ્થળોએ નદી-તળાવ, પાણીના સ્ત્રોતોની સામુહિક સફાઇ કરવામાં આવી હતી.તળાવ-નદી જેવા પાણીના સ્ત્રોતોની આસપાસ સફાઈ કરી ગ્રામજનોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામમાં તળાવ પાસે, ત.ક.મંત્રી‌‌‌,સરપંચ,ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી હતી.આ સાથે ડોલવણ તાલુકાના રામપુરા દૂર ગામે સ્કૂલ તથા રસ્તાની સાફ સફાઈ તથા કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી પાસેના રસ્તા પર લોકોની સહભાગીદારીથી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post