પુણા પોલીસે બંને પક્ષો સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો
સુરતમાં કાળા કાચવાળી કારને લઇ બબાલનો મુદ્દો વકર્યો છે. જેમાં પુણા પોલીસે બંને પક્ષે સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ સહિત ૬ લોકો સામે ગુનો દાખલ થયો છે. મેહુલ બોઘરા સહિત ૧૫ લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થઇ છે.
મેહુલ બોઘરાએ પોલીસ લખેલી કાળા કાચની ગાડીને રોકી હતી. તેમજ મેહુલે પોલીસની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમાં સોશિયલ મીડિયા પર લાઈવ કરતી વખતે બબાલ થઈ હતી. પુણા વિસ્તારમાં કાળા કાચવાળી કારને લઇ ગઇકાલે બબાલ થઇ હતી. જેમાં પુણા પોલીસે બંને પક્ષ સામે સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. જેમાં મેહુલ બોઘરાએ જણાવ્યું છે કે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરતમાં ફરી એક વાર એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને વિના નંબર પ્લેટવાળી કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની કારનો વીડિયો લાઈવ કર્યો છે.
સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. તેમાં મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામસામે બોલાચાલી થઇ હતી. મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં તેમના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590