સુરત ખાતે અભ્યાસ કરતા પૂર્વે સૈનિકોના સંતાનો માટે રહેવા માટેની ઉત્તમ સુવિધાઓ સાથેનું છાત્રાલય નિર્માણ થયું છે.
સુરત જિલ્લા સૈનિક અને પુનર્વસવાટ કચેરી દ્વારા સરથાણા ખાતે રૂા. ૮૯.૬૮ લાખના ખર્ચે નવનિર્મિત થયેલા ગૌરવ સેનાની કુમાર છાત્રાલયનું લોકાર્પણ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ કર્યુ હતું.
મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી સીમાડાઓની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના ધર્મપત્નિઓ તથા પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેઓને રહેવા અને જમવા સાથેની માટેની સુવિધા પ્રાપ્ત થઈ છે. આ ભવનમાં ૧૬ વિદ્યાર્થીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કોઈ પણ સૈનિકોના સંતાનો જો સુરતમાં અભ્યાસ કરતા હોય તો તેઓ આ છાત્રાલય ખાતે રહી શકે છે.
આ અવસરે મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દિવ્યેશકુમાર સી. મુરલીવાલા તથા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના બી.આર. ગોડલિયા, તથા વીર સૈનિકોના ધર્મપત્નિઓ/આશ્રીતો, પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590